*હર હંમેશ મૂલ્યલક્ષી-પ્રેક્ટિકલ એજ્યુકેશન માં અગ્રેસર રહેતી નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું…*
*તા.૧૩/૦૪/૨૪ ના રોજ નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ધોરણ-10 & 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે અતિ મહત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને કંઈક નવીન,કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં DYSP માનનીય સમીર સારડા ,RSS સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક વિભાગના કાર્યવાહક મહેશભાઈ બોપલિયા અને જયદીપભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતાં.*
*ધો.10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે DYSP સમીર દ્વારા કારકિર્દી ની પસંદગી કેવી રીતે કરવી,સફળ થવામાં અનુભવ અને મહેનતનું મહત્વ,સમાજમાં લો એન્ડ ઓર્ડર ની જાળવણી,રોજબરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમ થી કેવી રીતે બચવું વગેરે બાબતો થી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.મહેશભાઈ બોપલિયા અને જીતુભાઈ વડસોલા દ્વારા વિદ્યાર્થીકાળ દરમિયાન જીવન માં ખુબ જરૂરી મૂલ્યો જેવાકે વ્યક્તિગત ચરિત્ર નિર્માણ,રાષ્ટ્રભાવના,આત્મવિશ્વાસ,ઉદ્યોગ સાહસિકતા,કાર્યશીલતા જેવા મુદ્દા પર વક્તવ્ય આપવામાં આવ્યું..
*નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને કેરિયરલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આમંત્રિત મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.*