વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ ને ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા માં આવ્યો હતો. જે અંતર્ગત બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યા માં ભક્તોજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.