Friday, January 10, 2025

મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

Advertisement

મોરબીની સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કેસ પેપરમાં ‘મોરબી કરશે મહાદાન ‘ તેવી અપીલ કરી રહ્યા છે

મોરબી: આગામી તારીખ 7 મેં ના રોજ મોરબી સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં લોકસભાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને 100 ટકા મતદાન થાય તે માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં પણ મતદાન જાગૃતિના આ અભિયાનમાં જોડાયા છે.

મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત સીવીલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીનારાયણ માં મતદાન માટે જાગૃતિ આવે‌ તેવા હેતુથી તમામ કેશ પેપર પર રાષ્ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો ‘મોરબી કરશે મહાદાન’ મારવામાં આવી રહ્યો છે અને દર્દી ઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન 100 ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW