વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું હતું

Advertisement
Advertisement
Advertisement

આજે 25મી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું હતું. જેના દ્વારા બાળકોએ લોકોને મેલેરિયા અને મચ્છરોથી બચાવવા માટેની ટિપ્સ શેર કરી હતી અને આ જીવલેણ રોગથી દરેકને બચાવવા અને પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીમતી સીમા જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે હજારો લોકો મેલેરિયાના કારણે જીવનું બલિદાન આપે છે.
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રમતગમત વિભાગના અધ્યક્ષ ડો.અલી ખાનના નેતૃત્વમાં આ જાગૃતિ અભિયાન ચલાવીને બાળકોએ પોતાને સારા નાગરિકો અને વિદ્યાર્થીઓ તરીકે દર્શાવ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW