Friday, March 14, 2025

ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

Advertisement

વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃતી ફેલાય

તે હેતુથી નવતર પ્રયોગ કરાયો

ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારીશ્રી અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને કંકોત્રીનાં માધ્યમથી મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આનુસંગિક પ્રસંગો તારીખ ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં ડિસ્પેચીંગ સેન્ટરથી પ્રસ્થાન કરી મતદાન મથકે પોલિંગ પાર્ટીનું આગમન તેમજ બુથ પર જ રાત્રી વિશ્રામ કરી વહેલી સવારે ૬ કલાકે પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ યોજવામા આવશે.

આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી – પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, ૧૦૦ ટકા મતદાન કરી – કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે . દર્શનાભિલાષી તરીકે પ્રિસાઈડીંગ ઓફિસરશ્રી , મહિલા પોલીંગ ઓફિસરશ્રી, આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસરશ્રી, મહિલા પોલીંગ ઓફિસરશ્રી, બુથ ફરજ પરના સેવકશ્રી, પોલીંગ ઓફિસરશ્રી બુથ પરના સુરક્ષા કર્મચારીશ્રી વગેરેનો ઉલ્લેખ કરાયો છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW