Thursday, May 29, 2025

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજરોજ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેર ની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને દોશી પરીવાર ના સહયોગથી ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો હતો. આ પ્રેરક કાર્ય માં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, પ્રિતીબેન ચંદારાણા, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW