મોરબી આઇસીડીએસ વિભાગ દ્વારા બાલક પાલક કાર્યક્રમ અંતર્ગત લાલપર ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ૧/૨ માં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી જેમાં બાળકો તેમજ વાલીઓ દ્વારા ભીંડા ની છાપ પાડવી, ચિત્રકામ, રંગ પુરવા, જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં લાલપર પ્રા. આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દર્શનભાઈ ખત્રી હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરબી ICDS ઘટક ૨ ના CDPO ભાવનાબેન ચારોલા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર ક્રિષ્નાબેન તેમજ આ.વર્કર હેતલ બેન , અને તેજલ બેન દ્વારા કરવામાં આવ્યું હતું