Saturday, May 24, 2025

કાળઝાળ ગરમીમાં ત્વચાનું રક્ષણ કેવી રીતે કરશો ? ડો.જયેશ સનારિયા

Advertisement
Advertisement
Advertisement

(મયંક દેવમુરારી)

ગુજરાતમાં હાલ ગરમીનો પારો ૪ ૩ સે. થી ઉપર છે. ક્યાંક ક્યાંક તો ૪૮ ડીગ્રી સુધી તાપમાન પહોચ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો પરસેવાથી ન્હાય છે. આ પરસેવો સુકાય છે તેના કારણે ચામડીના અનેક રોગો ઉદ્ભવે છે. ભજવે છે. આમ તો ચામડી એ શરીરનું કુદરતી આવરણ છે. તે શરીરને ઢાંકે છે, રક્ષે છે તેમજ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં અગત્યનો ભાગ

આમ ચામડી ટાઢ (શિયાળો), તાપ (ઉનાળો) અને વરસાદ (ચોમાસું) થી શરીરના અવયવોનું રક્ષણ કરે છે. એટલે જ કહેવાયુ છે કે ‘જગનું ઢાંકણ જાર, નરનું ઢાંકણ નાર,

ખોયડાનું ઢાંકણ નળિયું, શરીરનું ઢાંકણ ચામડી!!

કોઇપણ અંગ ગમે તેટલું મજબૂત હોય, પરંતુ તેની રક્ષણાત્મક શક્તિની મર્યાદા હોય છે. ચામડીનું પણ એવુ જ છે. તાપમાનનો પારો ૪૦ ડીગ્રી થી નીચે હોય ત્યા સુધી ચામડી સંરક્ષક તરીકે ભૂમિકા ભજવી શકે છે, પરંતુ તાપમાન જ્યારે ખૂબ ઊંચુ જાય છે ત્યારે ચામડી લાચાર બની જાય છે. આવા સંજોગોમાં શું કરવું? તો ચાલો આવા રોગો વિશે જાણીએ.

(૧) હીટ સ્ટ્રોક (લૂ લાગવી)

સામાન્ય રીતે વાતાવરણમાં ગરમીનો પારો ૪૦ સે. થી ઉપર જાય ત્યારે લોકોને લૂ લાગતી હોય છે.

લૂ લાગવાનાં લક્ષણો

(૧) ખૂબ તરસ લાગવી (૨) શરીરનું તાપમાન વધી L જવું (૩) માથું દુ:ખવું (૪) ઉલ્ટી થવી-ઉબકા આવવા (૫) ચક્કર આવવા – આંખે અંધારા આવવા (૬) બેભાન થઇ થઈ > જવું (૭) ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

સાવચેતી અને સારવાર

(૧) બહાર નીકળવું નહિ (૨) શરીર તથા માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા

(૩) ટોપી, છત્રી તથા ચશ્માનો ઉપયોગ કરવો (૪) ભીના કપડાથી શરીર લૂછવું તથા માટલાનું ઠંડુ પાણી પીવું

(૫) લીંબુ શરબત, કાળી દ્રાક્ષનો શરબત. મોળી છાશ, નાળીયેરનું પાણી, વરિયાળીનો શરબત અથવા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું

(૬) બહારથી આવીને તરત જ ન્હાવું નહી શરીરનું તાપમાન નીચુ આવે પછી જ ન્હાવું.

(૭) બજારમાં મળતો ખુલ્લો અને વાસી ખોરાક લેવો નહિ, બરફ અને માવાની વાનગી આરોગવી નહિ.

(૮) ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે.

(૯) ઉપવાસ કરવાનું ટાળવું.

૨) તડકાની એલર્જી

કેટલાક લોકો ને તડકામાં જવાથી કે અમુક પ્રકારની દવા પીવાથી ચામડી ઉપર તડકાની એલર્જી થાય છે

લક્ષણો

(૧) શરીરના ખુલ્લા ભાગમાં ખંજવાળ આવવી.

(૨) લાલ ફોડકીઓ થવી

(૩) ચકામા અથવા શીળસ નીકળવા.

સાવચેતી અને સારવાર

(૧) તડકામાં જતા પહેલાં આખી બાંયના કપડાં અથવા હાથ મોજા પહેરવા.

(૨) સ્નાનાગારમાં ન્હાવા જતા પહેલા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો.

( ૩) હેલમેટ, ટોપી, સ્કાફ. છત્રી વગેરેનો ઉપયોગ કરવો.

(૪) ડોકટરની સલાહ મુજબ એન્ટીઓક્સીડન્ટ દવાઓ તથા બ્રોડસ્પ્રેકક્ટ્રમ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો.

(3) દાદર

સામાન્ય રીતે આ રોગ પરસેવો વધારે વળતો હોય તે ભાગમાં એટલે કે સાથળના મૂળ, બેઠકની જગ્યાએ, બગલમાં. કમરમાં, સ્ત્રીઓમાં સ્તનના નીચેના ભાગમાં અને કેટલીક વખત આખા શરીરમાં થાય છે. આ રોગ ચેપી છે કપડાં દ્રારા, દાઢી કરવાનાં સાધનો દ્રારા કે ભેજવાળી જમીન દ્રારા એક વ્યકિત માંથી બીજી વ્યક્તિમાં આવી શકે છે.

લક્ષણો

(૧) લાલ રંગના લાક્ષણિક ચકરડાં થાય છે તેમજ કિનારી ઉપર જીણી પાણી ભરેલી ફોડલી અને તેના ઉપર ફોતરી પડે છે, જે આગળ પ્રસરે છે. (૨) ખૂબજ ખંજવાળ આવે છે.

સાવચેતી અને સારવાર

(૧) બાજારુ લોશન કે સ્ટિરોઇડવાળી મિકસ ક્રીમ વાપરવી નહિ.

(૨) ચામડીના ડોકટરને બતાવ્યા વગર જાતે મેડીકલ સ્ટોરમાંથી દવા લઈને વાપરવી નહિ.

(૩) દર્દીના કપડા, ટુવાલ, સાબુ અલગ રાખવા.

(૪) દર્દીના કપડા ગરમ પાણીમાં ઉકાળીને ધોવા.

(૪) અળાઈ

(૫) સાથળના મુળમાં, બગલમાં તથા સાંધાના ભાગમાં એન્ટીફંગલ પાવડર છાટવો.

(૬) ચુસ્ત રેરમી, પોલિસ્ટર કે જીન્સનાં કપડા પહેરવા નહિ. (૭) એંડરવેર ખુલ્લા અને ચક્કી ટાઈપના પહેરવા.

(૮) ઘરમાં અન્ય કોઇ વ્યકિતને દાદર થઇ હોય તો તેની પણ દવા કરાવો. ડોક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ટીકડીઓ તથા ક્રીમનો પુરો કોર્સ કરવામાં આવે તો જરૂર સારું પરિણામ મળે.

ઉનાળામાં રારીરની ચામડી પર વધારે પડતો પરસેવો વળે ત્યારે ત્યાં લાલ રંગની ફોડલી નીકળે છે જેને કારણે સખત ખંજવાળ આવે છે. બાળકોમાં ઘણી વખત ચામડી પર પાણી ભરેલી ફોડલી જોવા મળે છે. ક્યારેક ફોડલીઓ પાકી પણ જતી હોય છે.

સાવચેતી અને સારવાર

(૧) તડકામાં બહાર નીકળવું નહિ.

(૨) કપડા ખુલ્લા અને સુતરાઉ પહેરવા.

(૩) પાણી વધારે પીવું.

(૫) ગૂમડાં (ફટકિયા)

(૪) લીબુંનું શરબત પીવું.

(૫) દિવસમાં બે- ત્રણ વખત સાબુથી ન્હાવું.

(૬) ડોક્ટરની સલાહ મુજબ ડેલેમાઇન દવા લગાવવી, પાવડર પણ લગાવી સકાય.

મોટે ભાગે આ રોગ બાળકોમાં જોવા મળે છે ચામડી પર પાણી ભરેલી ફોડકી ઉપસે છે, આ ફોડકી ફુટે ત્યારે તેનું પાણી બીજા કોઇને અડે તો તેને પણ ચેપ લાગે છે. આ ફટકિયા બેકટેરીયાથી થાય છે. તેનો ચેપ ઘરમાં અને શાળામાં બાળકોને લાગે છે.

સાવચેતી અને સારવાર

જાળવવી તથા નખ કાપેલા રાખવા. (૨) બાળકો ધુળમાં ન રમે તેનું ધ્યાન રાખવુ. નાકમાં આંગળા નાખવા દેવા નહિ.

(૩) શક્ય હોય ત્યા સુધી તડકામાં જવું નહિ.

( ૪) ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ક્રીમ તથા દવા લેવી.

અંગ્રેજીમાં એક કહેવત છે કે “Prevention Is Better Than Cure” ગુજરાતીમાં આ કહેવત આપણે આ પ્રમાણે બોલીએ છેએ

“પાણી આવ્યા પહેલા પાળ બાંધી લેવી જોઈએ” અર્થાત્ ચામડીના આવા ઘણા રોગો છે કે સમય સર પગલાં લઇએ તો તેને અટકાવી

શકાય તેમ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW