ભલે ચંદર ડુબે કે ના ડુબે ભલે સુરજ તપે કે ના તપે પણ દોસ્તી ન તુટે જેવા તાલ સાથે ઉનાળાના આકરા તાપમાં કાચિંડાની આ દોસ્તી માનવીને કંઈક શીખવી જાય છે
ઉનાળાના કાળઝાળ તાપમાં કાચિંડાની જોડી બની આકર્ષણનુ કેન્દ્ર હાલ ૪૩ ડિગ્રી જેટલા તાપમાનના આકરા તાપમાં કાચિંડાની દોસ્તીએ ભલે સુરજ તપે ભલે ચંદર ડુબે પણ આપણી દોસ્તી ન તુટે જેવા તાલ સાથે ૪૩ ડિગ્રી તાપમાનમાં ધખધખતા રોડ ઉપર એકબીજાને ભેટી જાણે વર્ષો પછી મળ્યા હોય તેવા દ્રશ્યો ભરઉનાળે સર્જાતા થોડીવાર માટે માનવીની પણ પ્રકૃતિના આ પ્રેમની પ્રતીક દોસ્તીને જોઈને આંખો ચાર થઇ ગઈ હતી જે કાચિંડાની દોસ્તી જાણે માનવીને કંઈક શીખવતુ દ્રશ્ય જોવા મળ્યુ હતું આજકાલ માણસો વાતે-વાતે રંગ બદલી દગો દેતા હોય છે પરંતુ જેને રંગ બદલવાની ટેવ છે તેવા કાચિંડાની જોડી રંગ બદલતા લોકોને આ ગાઢ દોસ્તીના દ્રશ્યમાંથી કંઈક શીખવા જેવુ છે જેથી રોડ ઉપર બળબળતા તાપમાં કાચિંડાની દોસ્તીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જે નજારો કેમેરામાં કંડારાયો હતો