મોરબીમાં વોર્ડ નં ૪માં ભૂગર્ભ ગટર છલકાતી હોવાની સમસ્યાથી લોકોમાં થતી પરેશાનીનો લઈને આ વિસ્તારના આગેવાનો અને પૂર્વ કાઉન્સિલરો જસવંતી બેન સિરોહિય તેમજ સુરેશભાઈ સિરોહિયા દ્વારા મોરબી નગરપાલીકાના વહીવટદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
વોર્ડ નં ૪માં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવા તથા છલકવાની ગંભીર પરિસ્થિતિ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કામ થતું નથી. ત્યારે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે. અને પ્રિ મોનસૂનની કામગીરી હેઠળ બધી મોટી કુંડીઓ સાફ કરવાની ખાસ જરૂર હોવાથી વોર્ડ નં ૪માં કાયમી ધોરણે ચાર માણસો અને એક રીક્ષા ફાળવવા માંગણી કરવામાં આવી છે.