Sunday, January 5, 2025

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમભાઈ રૂપાલા વિજેતા બન્યા

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા રાજકોટ બેઠકના પરિણામની વિધિવત જાહેરાત

૧૦-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા વિજેતા જાહેર થયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા આજે સાંજે કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્ર ખાતે રાજકોટ લોકસભા બેઠકના પરિણામની વિધિવત ઘોષણા કરવામાં આવી હતી. આ સાથે વિજેતા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને કલેક્ટરએ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના ૧૨,૬૦,૭૭૮ મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પરશોત્તમભાઈ રૂપાલાને ૮,૫૦,૮૪૬ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને ૩,૬૮,૯૬૪ મત મળ્યા છે. ઉપરાંત અન્ય ઉમેદવારો ચમનભાઈ સવસાણીને ૧૦૩૫૬, અજાગિયા નીરલભાઈ અમૃતલાલને ૩૬૭૪, જીજ્ઞેશભાઈ મહાજનને ૧૩૨૨, ઝાલા નયન જે.ને ૨૩૨૧, પ્રકાશ ગોવિંદભાઈ સિંધવને ૨૩૫૫, ભાવેશ ઉપેન્દ્રભાઈ આચાર્યને ૨૮૦૬, ભાવેશભાઈ કાંતિલાલ પીપળીયાને ૨૮૪૬ મત મળ્યા છે. જ્યારે નોટામાં ૧૫૨૮૮ મત પડ્યા હતા.
પરિણામની જાહેરાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ વિજેતા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને ખાસ ઓબ્ઝર્વર નરહરિસિંઘ બાંગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર તથા એસ. જે. ખાચર, એ.આર.ઓ. વિમલ ચક્રવર્તી, એ.આર.ઓ. સિદ્ધાર્થ ગઢવીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
આ તકે રાજ્યસભાના સાંસદો રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, અગ્રણી ડૉ. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પરશોત્તમભાઈને વિજયના અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW