લે..બોલો ટાઈલ્સના વેપારીને હવે ડ્રગ્સ જેવા માદક પદાર્થોમાં પોતાની કિસ્મત અજમાવવા મેદાને આવ્યાને મોરબી SOG એ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મેસરીયા ચેકપોસ્ટ પાસેથી ટાઈલ્સના બે વેપારી મેફેડ્રોન માદક પદાર્થ સાથે ઝડપાયા

મોરબી સમગ્ર વિશ્વમાં સીરામીક ક્ષેત્રે ડંકો વગાડ્યો છે જે ટાઈલ્સમાં વેપારીથી લઈને કારખાના માલીકોએ સારું એવું કાઠું કાઢી કમાણીની સાથે સીરામીક ક્ષેત્રે નામના કાઢી મોરબીનું નામ ગુંજતું કર્યું છે પરંતુ થોડા સમયથી સીરામીક ફેકટરીમાં મંદી જેવા માહોલ હોય મોરબીના બે ટાઈલ્સના વેપારીઓ હવે પોતાની કિસ્મત અજમાવવા ડ્રગ્સ જેવા મેફેડ્રોન માદક પદાર્થોમાં સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો અને જાણે ઉડતા મોરબીમાં હવે યુવાનો દેશી ઈંગ્લિશ દારુ બાદ ડ્રગ્સ જેવા મેફેડ્રોન માદક પદાર્થોના સેવનો કરી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે તે આવનાર સમય માટે આ ગંભીર પ્રકારની નશાકારક આદતો નાબુદ નહીં થાય તો ઉડતા મોરબી જેવી છાપ ઉભી થાય તો નવાઈ નહીં

મોરબી એસ.ઓ.જી.ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી થી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમિયાન એક સફેદ કલરની ઇનોવા કાર રજી. નં-GJ-03-NB-4708 વાળી નિકળતા તેને ચેક કરતા ગાડી માં બે ઇસમો સવાર હોય જે ઇસમો નં (૧) તરુણભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી તથા (૨) વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા હોવાનું જણાવતા મજકુર બન્ને ઇસમોના કબજા ભોગવટા વાળી ઉપરોક્ત ઇનોવા કારની ઝડતી દરમિયાન નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન વજન ૧૦.૭૬ ગ્રામ કિ.રૂ.૧,૦૭,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ

– પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-

(૧) તરૂણભાઇ ધનજીભાઇ ફુલરતરીયા જાતે પટેલ ઉવ.૩૫ ધંધો ટ્રાઇલ્સનો વેપાર રહે.ચીત્રકુટ સોસાયટી શેરી નં-૩, ઉમીયા પાન, રવાપર મોરબી

(૨) વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા જાતે પટેલ ઉવ.૩૯ ધંધો ટ્રાઇલ્સનો વેપાર રહે. ચીત્રકુટ સોસાયટી શેરી નં-૩, ઉમીયા પાન, રવાપર મોરબી.

– પકડાયેલ મુદ્દામાલ :-

(૧) નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૦.૭૬ ગ્રામ કિ.રૂ. ૧,૦૭,૬૦૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

(૩) રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- મળી

(૪) ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

મળી કુલ રૂપીયા ૧૨,૫૭,૬૦૦/-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW