વાંકાનેર તાલુકાના તરકીયા ગામ પાસેથી ખનન માફીયાઓને ૧૧૬૧ કિલોના એકસ્પ્લોઝીવના જથ્થા સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ સુચના કરેલ કે, ગેરકાયદેસર રીતે એકસ્પ્લોઝીવ કબજા રાખતા અથવા તો બ્લાસ્ટ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના જણાવેલ હોય જેથી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.એ સુચના કરેલ જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્ન શીલ હોય તે દરમિયાન પો.હેડ.કોન્સ મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયાને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમા મુન્નાભાઇ વલુભાઈ ભરવાડ રહે ગામ તરકિયા તા.વાંકાનેરવાળો પોતાના કબ્જામાં ગે.કા. એકસપ્લોઝીવનો જથ્થો રાખી કોઇ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામા પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી હકિકત મળતા વેરીફાઇ કરાવતા સત્ય હોવાનુ જણાયેલ અને પ્રવૃતિ હાલે ચાલુ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, વાંકાનેર સાથે ઉપરોકત સ્થળે રેઇડ કરતા (૧) મુન્નાભાઇ વલુભાઇ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર તથા (૨) પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર તથા (૩)રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા રહે જાનીવડલા તા. ચોટીલા તથા (૪) રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા.વાંકાનેર વાળાઓને નીચે જણાવેલ મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં-૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં આશરે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફુટ ઉંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમ્યાન રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી આઇ.પી.સી કલમ ૨૮૬,૩૦૮ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૯બી(૧-બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ ૧૯૦૮ની કલમ ૪,૬ મુજબની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
– પકડાયેલ આરોપીઓના નામ, સરનામા :-
(૧) મુન્નાભાઇ વલુભાઇ બાંભવા ઉ.વ.૩૬ તરકીયા તા.વાંકાનેર જિ.મોરબી
(૨) પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ ઉ.વ. ૨૫ રહે મેસરીયા તા.વાંકાનેર જિ.મોરબી
(૩) રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા ઉ.વ. ૨૩ રહે જાનીવડલા તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર
(૪) રણુભાઇ બાલાભાઇ બાંભવા ઉ.વ.૨૩ રહે તરકીયા તા.વાંકાનેર જિ.મોરબી.
> પકડવા પરના બાકી આરોપીઓ :-
(૧) લોમકુભાઇ માનસીભાઇ ખાચર રહે.મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી.
(૨) દેવાયતભાઇ ડાંગર રહે.બેટી તા.જી.મોરબી.
– પકડાયેલ મુદ્દામાલ :-
(૧) BEEZAASAN EXPLOTECH PVT. LTD કંપનીની 83MM *2.78 KGS ની જીલેટીન સ્ટીક નંગ-૪૧૮ જેનો વજન ૧૧૬૧ કિ.ગ્રા. જેની કિંમત રૂપીયા ૯૨,૭૯૬/-
(૨) ઇલેકટ્રોનીક ડીટોનેટર (DTH વાયર) નંગ- ૫૦ કિ.રૂ ૭૪૪૦/-
(3) TLD વાયર નંગ-૯૦ કિ.રૂ. ૩૬૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦/-
મળી કુલ રૂપીયા ૧,૨૮,૮૩૬/-