મોરબી BAPS સંસ્થા દ્વારા મચ્છુ નદીમાં થયેલ બાંધકામ હદ ની બહાર તપાસ માં મોટો ખુલાસો
મોરબીની મચ્છુ નદીનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થઈ રહેલ બાંધકામ ને લઈને જાગૃત નાગરિક દ્વારા બાંધકામ દૂર કરવામાં માટે મોરબી કલેકટર માં એક અરજી કરવામાં આવી હતી જેમાં જેના લઈને મોરબી જિલ્લા કલેકટર દ્વારા એક તપાસ સમિતિ ની રચના જેમાં પ્રાત અધિકારી મોરબી ચીફ ઓફિસર મોરબી ડી.આઇ.એલ.આર. મોરબી અને કાર્યાપાલ ઇજનેર સિંચાઇ વિભાગ નો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તપાસ સમિતિ એ કલેકટર ને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે
> ડી.આઈ.એલ.આર. મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય, સદરહું બાંધકામ દુર કરાવવાનું રહે છે.
> ચીફ ઓફીસર, મોરબી નગરપાલિકાના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં બાંધકામના નિયમો મુજબ વોટરબોડીઝ(નદી) થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ નગરપાલિકા દવારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવેલ છે.