મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, માનસધામ સોસાયટી નં.૦૧, માં કેતનભાઇ કુબેરભાઇ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનુ વેંચાણ કરે છે જેના આધારે હકીકતવાળી જગ્યાએ મોરબી તાલુકા પોલીસે રેઇડ કરતા મજકૂર ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ કૂલ કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઈ. બી.એમ.બગડા ચલાવી રહેલ છે.
> આરોપી :-
કેતનભાઇ કુબેરભાઇ પરમાર ઉ.વ.૨૫, ધંધો-મજુરી, રહે. હાલ-માનસધામ સોસાયટી નં.૦૧, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. દીધલીયા, તા.વાંકાનેર, જી.મોરબી.
> કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની શીલપેક બોટલ નંગ-૩૫
કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી કૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.