આવતી કાલે તા.-૧૭-૦૬ -૨૦૨૪ ના રોજ મુસ્લીમ ધર્મની બકરી ઈદનો તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબીમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
સમગ્ર દેશ તેમજ રાજ્યમાં તા.૧૭/૦૬/૨૦૨૪ ના રોજ મુસ્લીમ ધર્મનો બકરી ઈદ (ઇદ ઉલ અઝા)નો તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે અને આ કુરબાની કોઇપણ જાહેર કે ખાનગી સ્થળે અથવા મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહશાંતિનો ભંગ થવાનો સંભવ હોય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કલમ ૧૪૪ મુજબ જાહેરનામુ પ્રસિદ્ધ કરવા દરખાસ્ત થયેલ હોય જેથી મોરબી અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું પ્રસિદ્ધ થયાથી તા. ૧૫-૦૬-૨૦૨૪ થી ૧૯-૦૬-૨૦૨૪ સુધી અમલમા રહેશે નીચે મુજબના મુદ્દાઓની અમલવારી કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમ કે અધિકૃત કતલખાનામાં બહાર,જાહેર કે ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તે રીતે પશુઓની કતલ કરવી નહિ. અને બકરી ઈદ ના તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા નહિ. તેમજ જો આ જાહેરનામાનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો ભંગ કરનાર વિરૂદ્ધ આઇપીસી કલમ ૧૮૮ મુજબ શિક્ષાના પાત્ર થશે અને તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.