Sunday, March 16, 2025

મોરબીના લાભનગર નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ને ઝડપી લેતી બી ડિવિજન પોલીસ

Advertisement

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગરની બાજુમા મંદીરની સામે બાવળની જાળીમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી-૨ વેજીટેબલ રોડ, લાભનગરની બાજુમા, મંદીરની સામે બાવળની જાળીમા આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૪૫ કિ.રૂ. ૩૦,૬૦૦/- તથા ૧૮૦ મી.લી. ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૩૭ કિ.રૂ. ૩૭૦૦/- એમ કુલ કિ.રૂ. ૩૪,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી વિજયભાઇ ગોરધનભાઇ દેગામા ઉ.વ.૩૧ રહે-લાભનગરની બાજુમાં વાડી વિસ્તાર મોરબી-ર તથા જયેશભાઇ જયંતીભાઇ માકાસણા ઉ.ર૪ રહે-ધરમપુર, નિશાળ પાછળ તા.જી.મોરબીવાળાને રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW