Friday, January 24, 2025

ગણતરીના કલાકોમાં ચોરી નો ભેદ ઉકેલી બે આરોપીઓને સોના ચાંદીના દાગીના સાથે મોરબી એલસીબી એ ઝડપી લીધા

Advertisement

લાયન્સનગરમા થયેલ ચોરીના બે આરોપી રૂ.1.96 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

મોરબી: મોરબી નવલખી રોડ, લાયન્સનગર ખાતે રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૯૬,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. તથા મોરબી સીટી બી.ડીવી. પોલીસે ઝડપી પાડયા છે.
ગઇકાલ તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ ફરીયાદી જયેશભાઇ દલપતભાઇ પરમાર રહે.મોરબી, વીશીપરા, લાયન્સનગર નવલખીરોડ, વાળાએ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા.૨૦/૦૬ /૨૦૨૪ ના રાત્રીના પોતાના રહેણાંક મકાને પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુતા હતા. તે દરમિયાન કોઇપણ સમયે કોઇ ઇસમે મકાનના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલ લોખંડની તીજોરીનો લોકતોડી તીજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા પાકીટ તેમજ રોકડા રૂ.૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૬૭,૩૦૦/- ના મતાની ચોરી કરી ગુનો કરેલ હોવાની ફરીયાદ જાહેર કરતા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ખાતે એ.પાર્ટ આઇ.પી.સી.કલમ-૪૫૭.૩૮૦ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જે ગુન્હો શોધી કાઢવા માટે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફ તથા મોરબી સીટી બી.ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા કાર્યરત હોય
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે આ ગુનો આચરનાર અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા રહે. મોરબી વીશીપરા વાળો તથા હૈદર કરીમભાઇ ભટ્ટી રહે. મોરબી રણછોડનગર વાળા હાલે મોરબી વીશીફાટક પાસે મોટર સાયકલ સાથે ઉભેલ હોવાની બાતમી મળતા તેઓ બન્નેને ત્યાંથી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા ઘરફોડ ચોરીનો ગુનો તેઓએ આચરેલાની કબૂલાત આપતા ઇસમ પાસેથી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. ૧,૯૬, ૫૦૦/- નો મુદામાલ કબજે કરી ગણતરીના સમયમાં ઘરફોડ ચોરી અંગેનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપી, મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW