મોરબી તાલુકાના બેલા ગામની સીમ સ્કોટો સીરામીકની સામે ખરાબામાં બાવળની ઝાડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૦૪ કિ.રૂ.૬.૧,૨૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬૬.૨૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી કાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, સાગર દેવજીભાઇ દેવીપુજક રહે.બેલા વાળો હાલે બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે, પોલો સર્કલથી આગળ, સ્કોટો સીરામીકની સામે, શાકાભાજીનો ધંધો કરે છે. અને તેની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. અને હાલે તે આ દારૂનો જથ્થો હેરફેર કરે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦૪ કિં.રૂ. ૬૧,૨૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાગર દેવજીભાઇ દેવીપુજક રહે.બેલા વાળાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તથા અન્ય એક શખ્સ વસંત કાનજીભાઇ વાણીયા રહે. પીપળી ગામ તા. પાટડી જી. સુરેન્દ્રનગરવાત્રાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે