Monday, May 19, 2025

ટીંબડી ગામે નાના નાના ભૂલકાઓના કંકુ પગલાથી આંગણવાડી પાવન

Advertisement
Advertisement
Advertisement

નાના બાળકોને આંગળી પકડી ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ અપાયો

સમગ્ર રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિક્ષાનો એક અનન્ય અવસર બની રહ્યો છે. શાળાના શિક્ષકો તેમજ બાલવાટિકાના બહેનો હોંશે હોંશે બાળકોને શાળા, આંગણવાડીના પટાંગણમાં આવકારી રહ્યા છે. ત્યારે મોરબી ઘટક-૨ માં અને ખાખરાળા સેજામાં આવતી ટીંબડી-૨ આંગણવાડી ખાતે નાના-નાના ભૂલકાઓને આંગળી પકડી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નાના-નાના બાળકોએ કંકુ પગલાં પાડી અને તેમની કાલી ઘેલી ભાષાથી આંગણવાડીને જાણે કે, પાવન બનાવી હતી.

આ કાર્યક્રમમાં ટીંબડી ગામના સરપંચ જ્યોત્સનાબેન વડસોલા, ટીંબડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી નિકુંજભાઈ બારૈયા, ગામના અગ્રણીશ રમેશભાઈ વડસોલા, જયસુખભાઇ તેમજ બહોળી સંખ્યમાં ગ્રામજનો હજાર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી ઘટક-૨ના CDPO ભાવનાબેન ચારોલા તેમજ સુપરવાઈઝર અંજલીબેન વીરડાના માર્ગદર્શન હેઠળ ટીંબડી ૨ આંગણવાડીના કાર્યકર દિવ્યાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW