*ધારાસભ્ય પ્રકાશ વરમોરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નથુભાઈ કડીવારની પ્રેરક ઉપસ્થિતમાં પ્રવેશોત્સવ ઉજવાયો*
*હળવદના પાંડાતીર્થ ખાતે મહાનુભાવોને સાફા પહેરાવી ધારાસભ્યને ઘોડીમાં બેસાડી અને ડી.જે.ના નાદ સાથે બાળકોને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ અપાયો*
હળવદ અત્રેની પાંડાતીર્થ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટીકાના 40 બાળકો અને પહેલા ધોરણના 35 બાળકો અને માધ્યમિક શાળાના 39 જેટલા બાળકોને નવમાં ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે શાળાઓમાં હંમેશા ફૂલ નહિં તો ફૂલની પાંખડીરૂપે દાનની સરવાણી વ્હેવડાવનાર દાતાઓનું ધો.3 થી 10 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMS પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તરલાઓનું અને ગામની શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમ નોકરી પ્રાપ્ત કરનાર કર્મવિરોનું મહાનુભાવોના કર કમળોથી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.પ્રવેશોત્સવમાં પધારેલ સર્વે મહાનુભાવો પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય હળવદ-ધ્રાંગધ્રા, નથુભાઈ કડીવાર ચેરમેન શિક્ષણ સમિતિ,મેરાભાઈ વિઠ્ઠલાપરા ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત, મનસુખ ગોરીયા પ્રમુખ તાલુકા ભાજપ હળવદ ભરતભાઈ મહામંત્રી તાલુકા ભાજપ,તેમજ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી રવજીભાઈ પરમાર ચેરમેન મહિલા અને બાળ વિકાસ વલ્લભાઈ પટેલ ભાજપ અગ્રણી દિપાબેન બોડા ટીઈપીઓ આર.એફ.ઓ.જાડેજા પીએસઆઈ હળવદ આંબારીયાં આજના પ્રવેશપાત્ર તમામ બાળકોને ભણીગણીને ખૂબ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.પાંડાતીર્થ શાળાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રવેશોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયા તેમજ કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ શૈક્ષિક મહાસંઘ તેમજ તમસમ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.