Thursday, January 23, 2025

હળવદ પોલીસે જુગાર રમતા ૫ ખેલીઓ ને ઝડપી લીધા

Advertisement

હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ રૂ.૧૩,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે હળવદ ટાઉન ખાતે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વિસ્તારમાં રમેશભાઈ ગુગાભાઈ સાવડીયાના મકાન પાસે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઈ બણોદરા ઉ.વ.૨૮ રહે. ત્રણ માળીયા હળવદ તા.હળવદ જી.મોરબી, સોકતભાઈ અસીમભાઈ ભટ્ટી ઉ.વ.૨૩ રહે. જંગરીવાસ મોરબી દરવાજા તા.હળવદ, વિશાલભાઈ હિંમતભાઈ બરીયા ઉ.વ. ૨૧ રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ મુળ.રહે ગામ ખોડું તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા ઉ.વ.૨૦ રહે. ઈન્દ્રાનગર બી-ડીવીજન પોલીસ સ્ટેશન સામે મોરબી, મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરી ઉ.વ.૪૧ રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW