માથક ગામની સીમમાં આવેલ ડો. મનસુખભાઈ પટેલની વાડીએથી વાડીમાં મોટરનો ઈલેક્ટ્રીક કેબલ આશરે ૭૧ મીટર જે એક મીટર ની કિ.રૂ.૨૦૦/- લેખે ૭૧ મિટરની કુલ કિ.રૂ.૧૪૨૦૦/- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જતા ગુનો બનવા પામેલ જે અંગે હળવદ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.ન.૫૨૬/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુન્હાઓ રજી. કરવામા આવેલ હતા.
જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.એન.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હળવદ તાલુકાના શિરોઈ ગામના પાટીયા પાસેથી ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
• પકડાયેલ આરોપીની વિગત-
(૧) માનસીંગ રાવજી બારીયા ચૌહાણ ઉ.વ.૪૬ ધંધો.મજુરી રહે.હાલ. રણછોડગઢ ગામની સીમમાં મુનાભાઈની વાડીએ તા.હળવદ જી.મોરબી મુળ રહે. ચૌબીસો કા પાર્ડલા, ગામડી પો.સ્ટ.,
(૨) મિથુન રૂપજી બારીયા ચૌહાણ ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.હાલ. રણછોડગઢ ગામની સીમમાં ભગાભાઈની વાડીએ તા.હળવદ જી.મોરબી મુળ રહે. ચૌબીસો કા પાર્ડલા, ગામડી પો.સ્ટ., જી.બાંસવાડા, રાજ્ય.રાજસ્થાન
રીકવર કરેલ મુદામાલની વિગત-
1. ઈલેક્ટ્રીક કેબલ વાયર આશરે ૭૧ મીટર કિં.રૂ.૧૪,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરેલ છે.