આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને “વૃક્ષારોપણ સપ્તાહ” તરીકે ઉજવવામાં આવશે.આ અભિયાનમાં ૧૦૦૦ વૃક્ષ વાવી તેને ઉછેરવામાં આવશે.પ્રકૃતિનું જતન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે જેથી આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ ધરાવતા વૃક્ષોની સાર-સંભાળ રાખી તથા નવા વૃક્ષો વાવી દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ તેમ આહીર સેના ગુજરાત મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું