(અહેવાલ: મયંક દેવમુરારી)
અમૃતસરથી જામનગર એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તૈયાર કરવા લક્ષ્યાંક દેશના બીજા નંબરનો સૌથી મોટો એક્સપ્રેસ હાઈવે કચ્છનુ વિશાળ નાનું રણ પાર કરી બનશે
ભારત દેશ વિકાસ ની દ્રષ્ટીએ ખૂબ હરણફાળ આગળ વધી રહ્યો છે ત્યારે દેશ ના અલગ અલગ રાજ્ય અને સિટી ને જોડીને અનેક મોટા પ્રોજક્ટ થકી હાઈવે બની રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં નાના મોટા આશરે 2500 થી પણ વધારે કારખાના (કંપની) આવેલા છે ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ ગણાતો અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવેના કોન્સેપ્ટે મોટા શહેરો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે જેથી સમય અને ઇંધણ ની બચત થશે. કેન્દ્ર સરકાર નવા એક્સપ્રેસ હાઈવે માટે અગોતરું પ્લાનીંગ કરી રહી છે. લોકોને પણ હવે એક્સપ્રેસ હાઈવે માફક આવી ગયા છે. ભરૂચથી શરૂ થયેલો નવા એક્સપ્રેસ હાઈવે પર જોવા લોકો જઈ રહ્યા છે. અમદાવાદના કઠલાલથી ઈન્દોરના હાઈવેના કારણે લોકો અવાર નવાર ઉજ્જૈન જતાં થઈ ગયા છે. અમદાવાદથી ઉદેપુર થઇને નાથદ્વારા જતા માર્ગની લોકો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. અમૃતસર- જામનગર એક્સપ્રેસ વે રણને ચીરીને બની રહ્યો છે.
દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહ્યો છે, પરંતુ દેશનો બીજા નંબર નો સૌથી મોટો એક્સપ્રેસવે એવા બે શહેરોને જોડે છે જેની વચ્ચે સેંકડો કિલોમીટરનું રણ છે. આ એક્સપ્રેસ વેની ખાસ વાત એ છે કે તેને રણમાંથી કાપીને બનાવવામાં આવી રહ્યો છે અને આવતા વર્ષે | ડિસેમ્બર સુધીમાં તે પૂર્ણ થશે. પંજાબના અમૃતસરથી ગુજરાતના જામનગર સુધી બની રહેલા આ એક્સપ્રેસ વે ઉપર એકવાર મુસાફરી શરૂ થઈ જશે, પછી જે સમય લાગશે તે ઘટીને માત્ર અડધો થઈ જશે. એટલું જ નહીં આ બંને વ્યાપારી રીતે મહત્વપૂર્ણ શહેરો વચ્ચે આવવા-જવાનો ખર્ચ પણ ઘટી જશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું અંતર ૧,૩૫૦ કિલોમીટર છે, જ્યારે અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું અંતર ૧,૩૧૬ કિલોમીટર છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તેને તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ એક્સપ્રેસ વેનો મોટો ભાગ તૈયાર પણ થઈ ગયો છે. | ઔદ્યોગિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતો આ એક્સપ્રેસ વે રાજસ્થાનનું સેંકડો કિલોમીટરનું રણ પાર કરશે. સામાન્ય માણસની સાથે વેપારીઓને પણ આનો ફાયદો થશે.