Saturday, March 15, 2025

મોરબીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર તાલીમ યોજાઈ

Advertisement

જિલ્લા સંયોજક દ્વારા પ્રાકૃતિક કૃષિના તમામ આયામો સાંકળી ખેડૂતોને વિશેષ માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવાના હેતુથી તેમજ મોરબી જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે હળવદ તાલુકાના સુંદરીભવાની ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવજીવન માટે આશિર્વાદ સમી આ ઝેરમુક્ત કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે અને આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું મહત્વ સમજાવવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, મોરબી દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં મોરબી જિલ્લાના સંયોજકશ્રી દાજીભાઇ દલુભાઇ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિનાં ફાયદાઓ વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરી શકે છે, સાથે આપણા પરિવારને ગાયનું દૂધ મળે છે. ગૌમૂત્રનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કરીને ખેતીના ખર્ચની પણ ઘણી બચત કરી શકાય છે. જિલ્લા સંયોજક દાજીભાઇ દલુભાઇ દ્વારા પ્રાકૃતિક કૃષિનાં મુખ્ય તમામ આયામો સાંકળીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેકટના આસી. ટેકનોલોજી મેનેજર ચમન ઝાલાએ સૌ ખેડૂત મિત્રો તેમજ જિલ્લા સંયોજકનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW