Friday, March 14, 2025

માળિયા હળવદ રોડ પર થી ટ્રેઇલરમાં માટીની આડ માં છુપાવીને લવાતો ઇંગ્લિશ દારૂ મોરબી એલસીબી એ ઝડપી લીધો

Advertisement

હળવદ મોરબી ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમા ખુલ્લા પ્લોટમાંથી માટીમાં છુપાવીને લાવેલ ઇંગ્લીશ દારૂની બોટલોનંગ-૩૨૪ કિ.રૂ.૧.૩૦,૨૦૦/- તથા બીયરના ટીન કુલ-૫૦૪ કિ.રૂ.૫૦,૪૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૮૫,૬૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક ટ્રક રજી.નં. RJ-27-GC-6977 વાળામાં માટીની આડમાં ઇંગ્લીસ દારૂનો જથ્થો લાવેલ છે અને સદરહૂ જગ્યાએ ટ્રક હાલે પડેલ છે તેવી હકીકત મળતા એલ.સી.બી.સ્ટાફ હકીકતવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા સદરહૂ જગ્યાએથી ટ્રક ટ્રેઇલર મળી આવતા તેમાંથી દારૂ / બીયરનો જથ્થો મળી આવતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-

મેહુલભાઇ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા ઉ.વ.૨૩ રહે.હળવદ મોરબી દરવાજા પાસે તા.હળવદ જી.મોરબી

> પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-

(૧) ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-27-GC-6977 નો ચાલક

(2) બ્લેક કલરની XUV ગાડીનો ચાલક પંકજભાઇ ગોઠી રહે.હળવદ કણબીપરા

(૩) સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટો રજી.નં. GJ-01-RC-7832 નો ચાલક

> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) 8 PM વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૯૬ કી.રૂ.૨૮,૮૦૦/-

(૨) ગ્રીન લેબલ એક્સપર્ટ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૧૬૮ કી.રૂ.૫૦,૪૦૦/-

(૩) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૬૦ કી.રૂ.૫૧,૦00/-

(૪) કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ-૫૦૪ કુલ કિ.રૂ.૫૦,૪૦૦/-

(૫) ટ્રક ટ્રેઇલરમાં નંબર- RJ-27-GC-6977 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટો રજી.નં. GJ-

01-RC-7832 કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૮૫,૬૦૦/- નો મુદામાલ

કબજે કરેલ છે.

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI ,કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ

તથા એલ.સી.બી.સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW