મોરબી જિલ્લામાં મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અનુસાર તા. ૧૦/૦૭/૨૦૨૪ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારશ્રીની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ આ કચેરી દ્વારા તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.
તારીખ ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.