હળવદ પોલીસે બાતમી હકીકત આધારે સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દાટેલ ઈંગ્લીશદારૂનો કુલ કિં.રૂ.૫૭,૭૦૦/- નો મુદામાલ બિનવારસી હાલતમાં મળી આવેલ હોય જેથી અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરેલ છે.
• વોન્ટેડ આરોપી-
(૧) અજાણ્યો શખ્સ
• કબ્જે કરેલ મુદામાલની વિગત-
(૧) ભારતીય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશદારૂના WHITE LACE VODKA FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ના કુલ ચપલા નંગ-૧૯૦ કિં.રૂ.૧૯૦૦૦/-
(૨) ભારતીય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશદારૂના HONEY TRS VODKA FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ના કુલ ચપલા નંગ-૧૪૨ કિં.રૂ.૧૪૨૦૦/-
(૩) ભારતીય બનાવટની પ્રરપ્રાંતિય ઇંગ્લીશદારૂની WHITE LACE VODKA FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૭૦ કિં.રૂ.૨૪૫૦૦/- મળી એમ કુલ કિં.રૂ.૫૭,૭૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.