Monday, March 17, 2025

બહાદુરગઢ ગામ પાસેથી ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા ચાર ઇસમોને લાખોના મુદામાલ ઝડપી લેતી મોરબી એલસીબી

Advertisement

મોરબી એલસીબી ને ખાનગીરાહે હકિકત મળેલ કે, બહાદુરગઢ ગામના પાટીયા પાસે, ફેરોલી એલ.એલ.પી.ફેકટરીની પાછળ ખુલ્લાં મેદાનમાં ઇસમો ટેંકર માંથી શંકાસ્પદ રીતે કેમીકલ કાઢતા હોવાની ચોકકસ માહિતી મળતા નીચે મુજબના ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ-૩૫(૧)(ઇ), ૧૦૬(૧) ગુનો મુજબ રજી.કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) મહેતાબખાન મહમંહગુલહશન ખાન ઉ.વ.૩૩ રહે.દહેલામવ તા.જી.પ્રતાપગઢ ઉતરપ્રદેશ

(૨) અબ્દુલકલામખાન જમ્માલુદીનખાન ઉ.વ.૩૮ રહે. નરસીંગઢ તા. રાનીગંજ જી.પ્રતાપગઢ ઉતરપ્રદેશ

(૩) કૌશીકભાઇ વજુભાઇ હુંબલ ઉ.વ.૨૮ રહે. રામપર તા.જી.મોરબી

(૪) હરેશભાઇ સાદુરભાઇ હુંબલ ઉ.વ.૩૩ રહે. મોરબી કુબેરનગર, મુળ ગામ-બહાદુરગઢ તા.જી.મોરબી

> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) ટેન્કર નંબર-MH46BB6987 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/-

(૨) ટેન્કર નંબર- MH46BB7140 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/-

(૩) ટાટા યૌધ્ધા ૧૭૦૦ ગાડી નંબર-GJ36V8752 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૪) બન્ને ટેન્કરમાં ફીનોલ નામન કેમીકલ આશરે ૪૯૨૦૦ લીટર કિં.રૂ.૨૯,૫૨,૦૦૦/-

(૫) ટાટા યોધ્ધામાં ફીનોલ કેમીકલ ૪૦૦ લીટર કિ.રૂ.૨૫૦૦૦/-

(૬) મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૪૫૦૦/- મળી અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૬૪,૮૨,૭૫૦ /-

– જાહેર જનતા જોગ મોરબી પોલીસનો સંદેશ અપીલ :-

કોઇપણ પ્રકારના કેમીકલની ખરીદી કરતી વખતે કેમીકલના બીલ, આધાર પુરાવા રાખવા હીતાવહ હોય જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-

એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI , એસ.આઈ.પટેલ, કે.એચ.ભોચીયા, તથા એલ.સી.બી. મોરબી સ્ટાફ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW