મોરબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૪૩૮/૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મનોહર કલુરામ સોની રહે. સરનાઉ તા.જી.સાંચૌર (રાજસ્થાન) વાળો હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે એ.એસ.આઇ. વિક્રમસિંહ એસ. બોરાણા સાથે પોલીસ ટીમ બનાવી રાજસ્થાન રાજયના સાંચૌર જિલ્લામાં તપાસ અર્થે મોકલતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી મનોહર સ/ઓ કાલુરામ વીરમારામ સોની ઉ.વ. ૩૫ રહે. સરનાઉ તા.જી.સાંચૌર (રાજસ્થાન) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે બી.એન.એસ.એસ. કલમ-૩૫(૨)જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોંપી આગળ ની કાર્યવાહી હાથ ઘરેલ