Sunday, March 16, 2025

પતિ સાસુ અને સસરા ના ત્રાસથી છેલ્લા નવ કલાકથી ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ તેમના પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

Advertisement

*સાસરીના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી પરિણીતા નું ટીમ અભયમે તેના કાકા -કાકી સાથે કરાવ્યું પુનઃ મિલન*

*સાસુ સસરા અને પતિના માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનું વિચાર્યું હતું*

મહિલાઓ ની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

તારીખ ૨૬/૦૭/૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા લખધીર પર ગામ પાસે એક કંપની બહાર છેલ્લા નવ કલાકથી એક જગ્યાએ બેઠા છે તેઓ ખૂબ જ રડે છે અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે તેમજ મહિલા કાંઈ બોલતા નથી ત્યાંના લોકોએ ખૂબ જ પુછપરછ કરી હતી અને તેઓ ખૂબ જ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલા ને ત્યાંના લોકોએ બેનને જમાડ્યા હતા અને સુરક્ષિત રીતે બેસાડેલા હતા.સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામા આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલા નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે મહિલા તેના પતિ, સાસુ અને સસરા સહિત ના પરિવાર સાથે રહે છે મહિલા ના લવ મેરેજ થયેલા હોવાથી તેમના માતા પિતા સાથે સંબંધ ન હોય મહિલાએ તેમના પતિ પાસે મહિલા ના માતા પિતા સાથે ફોનમાં વાત કરવા માટે ફોન માંગેલ તો પતિ એ ફોન આપવાની ના પાડી અને મહિલા સાથે મારઝૂડ કરતાં હોય અને બેન સાથે દારૂ પીને અયોગ્ય વર્તન કરતાં હોય તેમજ ઘરમાં બધા જ સભ્યો નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હોય મેતજ લવ મેરેજ બાબતે સાસુ સસરા મહિલા ને વારંવાર મેળા-ટોળા મારતાં હોય માટે મહિલા આવા અનેક પ્રશ્નો થી કંટાળીને કોઈ ને પણ જાણ કયૉ વિના ચાલતાં ચાલતાં એક કંપની પાસે પહોંચ્યા હતા અને આપઘાત ના વિચારો કરતાં હતાં મહિલા આવા અનેક પ્રશ્નો થી મુંઝાયેલા હતા ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલા ને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતના ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

ત્યારબાદ તેમના સાસરી પક્ષનુ સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ સાથે વાતચીત કરી અને તેમની કંપની માં ગયેલા પરંતુ તેમના પતિ, સાસુ અને સસરા તેમનો સામાન લઈ ને કંપની માંથી નીકળી ગયા હતા.

ત્યારબાદ મહિલા ના માતા પિતા નો કોન્ટેક્ટ નંબર મેળવી અને તેમની સાથે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ બેનના માતા પિતા બિહાર હોય પરંતુ તેમના કાકા કાકી વાંકાનેર એક કંપની માં કામ કરતા હોય તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી અને વાતચીત કરી અને આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કંપની નું સરનામું પુછેલ અને તેમના ઘરે ગયેલા ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલા ને સલાહ, સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી.

આમ મહિલા એ જીવનમાં ક્યારેય પણ આપઘાત નો વિચાર નહિ કરે અને ક્યારેક આવી રીતના ઘરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને મહિલા ના કાકા કાકી ને મહિલા નું ધ્યાન રાખવા જણાવેલ. મહિલા તેમના કાકા કાકી સાથે રાજી ખુશીથી રહેવા જણાવેલ.જેને લઈ તેમના પરિવાર જનોએ ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW