*મોરબીની શાળાઓમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ દ્વારા પિંજરા સહિત વૃક્ષો અપાયા*
મોરબી, હાલ દિન પ્રતિદિન ગરમીનો પારો ખૂબજ વધતો જાય છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે ગ્લોબલ વોર્મિગની અસર ઘટાડવા વધુને વધુ વૃક્ષોનું જતન થાય એ ખૂબ જરૂરી છે ત્યારે મોરબી જિલ્લો હરીયાળો જિલ્લો બને એ માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાની સૂચના અન્વયે મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અને શાળાની આજુબાજુમાં વધુને વધુ વૃક્ષો વવાય રહ્યા છે. આ વૃક્ષોના ઉછેર અને જતન થાય એ માટે રાજકોટના વૃદ્ધાશ્રમ દ્વારા રોપા અને પિંજરા મોરબી જિલ્લાની શાળાઓ સુધી વાહન મારફત ફાળવવામાં આવ્યા છે. જો શાળામાં જગ્યા ન હોય તો શાળાની આજુબાજુમાં શાળા દ્વારા વૃક્ષની દેખરેખ રાખી શકીએ તેમ હોય એવી જગ્યાએ વધુને વધુ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. વૃદ્ધાશ્રમની આ સેવાકીય પ્રવૃત્તિને બાળકો,શિક્ષકો,આચાર્ય ગ્રામજનો સાથ સહકાર આપી જિલ્લાના વહીવટી વડાઓની સુચનાઓનું યોગ્ય પાલન કરી મોરબી જિલ્લો હરિયાળો બને એ માટે મોરબી જિલ્લાઓની શાળાઓમાં વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણીના આ મહાયજ્ઞમાં સૌ આહુતિ આપી રહ્યા છે.