મોરબી તાલુકા પોલીસ ને બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામ ની સીમ માં આવેલ હેલીપેડ પાછળ બાવળ ની કાંટ માં બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતા જોવામાં આવતા મજકૂર ઇસમોને પકડી પાડી સદરહું જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૯ કિં.રૂ.૩૨૯૧૫/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા ચલાવી રહેલ છે.
આરોપી
1. પીરાભાઈ જોધાભાઇ બોહરીયા ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર,તા.રાપર જી.મોરબી
2. ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી ઉ.વ.૩૩ ધંધો-મજુરી રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિ) જી.મોરબી
– કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦૯ કિં.રૂ.૩૨૯૧૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.