આઝાદીની થીમ ઉપર ભારત સરકારના ઉપક્રમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરાયું આયોજન
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ઓગસ્ટ, વિભાજન વિભીશિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આઝાદીની થીમ પર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં સાર્થક વિદ્યામંદિર, એલ.ઈ. કોલેજ રોડ ખાતે ભારત સરકારના ઉપક્રમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આઝાદીની થીમ પર અખંડ ભારતના ભાગલા વખતની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
આ પ્રદર્શન ૧૫ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આચાર્યો સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળી શકશે.