Saturday, March 15, 2025

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ,વકૃત્વ સ્પર્ધા યોજાઇ

Advertisement

મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ,વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ..

શાળામાં કુલ 218 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8 ના મળીને કુલ 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ..
આ કાર્યક્રમ માં ડૉ.વિશાળ શિલું સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ ત્યાર બાદ સોશ્યલ વર્કર તેહાન શેરશિયા દ્વારા વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપેલ

જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ..

સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.વિશાલ શિલું, ડો.બંશી થોરિયા , નસરુલા ભોરાનિયા તથા HWC- શેખરડી ના CHO સરફરાઝ ભાઇ તથા PHC દલડી ના સુપરવાઈઝર રાયધનભાઇ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,શાળાના આચાર્ય શ્રી વાલમ ભાઇ કટારા દ્વારા વિદ્યાર્થી ઓ ને જીવન માં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો તથા કાર્યક્રમના અંતે FHW નિધીબેન્ન દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW