Saturday, March 15, 2025

માળીયામિંયાણાના કુંભારિયા ગામે મણિરત્નેશ્વર મહાદેવને અવનવા ફુલોનો શણગાર ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું

Advertisement

રણકાંઠે મહાદેવનો રણકાર કુંભારીયા ગામે મણિરત્નેશ્વર મહદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

માળીયામિંયાણાના રણકાંઠે આવેલા કુંભારીયા ગામે પવિત્ર શ્રાવણ માસમાં મણિરત્નેશ્વર મહાદેવ મંદીરે દરરોજ જુદા-જુદા ફુલોનો શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શ્રાવણ એટલે ભોળાનાથની ભક્તિનો મહીનો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથની ભક્તિમાં શિવ ભક્તો લીન થઈ ભક્તિભાવ પૂર્વક શિવમય બની જાય છે અને શ્રાવણ માસ દરમિયાન શિવાલયો‌ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે ત્યારે રણકાંઠે ભગવાન ભોળાનાથનો રણકાર કુંભારીયા ગામે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળે જ્યાં મણિરત્નેશ્વર મહાદેવ મંદિરે પુજારી મેહુલ ગૌસ્વામી દ્વારા દરરોજ વહેલી સવારે મણિરત્નેશ્વર મહાદેવને અલગ અલગ ફુલોનો શણગાર કરીને પુજા અર્ચના કરે છે જે શ્રૃંગારે ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે મેહુલ‌ ગૌસ્વામી દરરોજ વહેલી સવારે ઉઠીને અલગ અલગ ફુલોને વીણી વીણીને એકત્રીત કરે છે જેમની એક કલાકની મહેનતથી ભક્તિભાવપૂર્વક મણિરત્નેશ્વર‌ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે જે ધાર્મિક પ્રવૃત્તિઓ સતત એક માસ સુધી ધ્યાન પુર્વક કરાઈ છે તેમજ સાંજે ભગવાન ભોળાનાથની દરરોજ મહાઆરતી પણ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છેકે કુંભારીયા ગામના પાદરમાં આવેલ અને વિશાળ જગ્યામાં બિરાજમાન મણિરત્નેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન સતત ૩૦ દિવસ સુધી અવનવા ફૂલોથી અને જુદી જુદી રીતે કરેલા શણગાર દર્શને આવતા શિવ ભક્તોને આકર્ષી રહ્યા છે તદુપરાંત શ્રાવણ માસ દરમ્યાન અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળે છે મંદિરના પુજારીના જણાવ્યા પ્રમાણે અહીં દરરોજ ભક્તિભાવ પુર્વક પુજન અર્ચન થાય છે જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે અને પુજારી દ્વારા કરવામાં આવેલ કલાત્મક ફુલોના વિશેષ શણગારે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ખુબજ આકર્ષણ જમાવ્યું છે જે પુજારીની મહેનતને સૌ કોઈ શિવભક્તો બિરદાવી રહ્યા છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW