દેશપ્રેમ ની ઝાંખી કરાવતા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને સ્કૂલ ના બધા જ બાળકો સ્વાતંત્ર્ય સેનાની ની વીરતા અને દેશદાઝ ની ભાવનામાં ઓતપ્રોત થઈ ગયા હતા.
KG થી ધો.12 સુધીના બધા બાળકો એ દેશપ્રેમની અવનવી કૃતિઓ રજૂ કરીને બધા ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ વિદ્યાર્થીઓએ પોતાની આગવી વક્તૃત્વ શૈલી માં ભારત દેશ ને સુપરપાવર બનાવવા માટેના વિચારો પણ રજુ કર્યા હતા…
મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નો કાર્યક્રમ હોય અને નીલકંઠ સ્કૂલ ના વિદ્યાર્થીઓ કેમ પાછા રહે…!તેમાં પણ ધો. 7 અને 8 ની વિદ્યાર્થિનીઓ એ અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરીને પ્રમાણપત્ર મેળવી નીલકંઠ સ્કૂલ નું નામ રોશન કર્યું હતું…
કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ નીલકંઠ પરિવાર ના તમામ શિક્ષકોનો નીલકંઠ સ્કૂલ ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો..