Wednesday, March 19, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શિક્ષક જયેશભાઈ અગ્રાવતની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

Advertisement

*આજ ઐસા અધ્યાપક હોના ચાહીએ જો અપને છાત્ર કો જાન શકે પહેચાન શકે*
*અગર છાત્ર ચલ રહે તેજ બારીસ મેં તો ભી ઉનકે આંસુઓ કો પહેચાન શકે*

મોરબી, શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે સ્વતંત્રદિન નિમિત્તે રાજ્યભરના ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાંથી પ્રતિભાશાળી શિક્ષક પસંદગી કરવામાં આવે છે,જેમ્સ વર્ષ દરમ્યાન શિક્ષકે કરેલ કાર્ય,ઈનોવેશન તેમજ એમના વર્ગની હાજરી, વિદ્યાર્થીઓએ આપેલ એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં એમના વિષયમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ વગેરેના આધારે મૂલ્યાંકન થતું હોય છે ત્યારે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના અધ્યાપક જયેશભાઈ અગ્રાવત કે જેના હૈયામાં વિદ્યાર્થીઓનું અને શાળાનું હિત વસેલું છે,જેઓ હંમેશા સ્મિત સાથે,ઉત્સાહપૂર્વક, નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે, જેઓ ખુબજ સકારાત્મક અને હકારાત્મક વલણ ધરાવે છે, ક્યારેય કોઈ કામની ના નથી પાડતા, વેકેશનમાં પણ તેઓ વૃક્ષોને પાણી પાવા પધારે છે, વિદ્યાર્થીનીઓમાં પણ જેઓ ખુબજ પ્રિય છે.એવા ઈંગ્લિશ ટીચર *જયેશભાઈ કે. અગ્રાવત* શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મોરબીની સીઆરસી ખારીવાડીના *પ્રતિભાશાળી શિક્ષક* તરીકે પસંદ થતા સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે માધાપર ઓ.જી.ગ્રામ પંચાયતના સરપંચ ડો.ગણેશભાઈ નકુમના હસ્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા. શાળા પરિવાર તરફથી પ્રતિભાશાળી શિક્ષક જયેશભાઈને અભિનંદન પાઠવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW