મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાતે આવેલા હાઈકોર્ટના જસ્ટિસ સાહેબ કેસોનો ઝડપી નિકાલ કરવા ઉપરાંત ચાર કોર્ટ વધારવાની ચર્ચા કરી લીધી મુલાકાત
મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાતે આજે હાઈકોર્ટના જસ્ટિસ વૈષ્ણવ સાહેબે વિઝીટ કરી મોરબી કોર્ટ અંગેના સુચનો કર્યા હતા જેમા આ મુલાકાત દરમિયાન વૈષ્ણવ સાહેબે કોર્ટ કેમ્પસની મુલાકાત કરી એ ઉપરાંત વૈષ્ણવ સાહેબ અને મોરબી જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મહિડા સાહેબે મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી અને વકીલ મંડળ અને મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણીયા સાથે મોરબી જિલ્લામાં કેસોનો નિકાલ ઝડપથી થાય એ માટે બે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એક જીએમએફસી કોર્ટ તથા એક સિવિલ કોર્ટ એમ કુલ ચાર કોર્ટ વધારવા માટેની પણ ચર્ચા કરી હતી તેમજ નવું કોર્ટ બિલ્ડિંગ વધારે સુવિધા સંપન્ન બને અને ઝડપથી બને એ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી