આજરોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકો હેલમેટ પહેરે તે માટે અનોખી ઝુંબેશ ચાલવી હતી.
જો લોકો ટ્રાફિકના નિયમોનું ખુદ જ પાલન કરે તો તેની સલામતી અને ખાસ તો તેની ઘરે રાહ જોતો પરિવાર સુખી રહે, પણ લોકો ટ્રાફિકનું પાલન કરતા ન હોય અને ખાસ તો હેલ્મેટ પહેરતા જ ન હોય એટલે તેમની સલામતી ખાતર પોલીસે આજે એક અનોખું રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. જેમાં હેલમેટ વગર નીકળતા લોકોને રક્ષકવચ બાંધીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે ખાસ તો તેમની જિંદગી તેમની પોતાની નહિ પણ પરિવારની હોય તેવું સમજાવીને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી.