આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે ,એક દીકરી, એક બહેન તો હોવી જ જોઈએ ,પરંતુ એક બહેન તરીકે કહ્યું, તો એક ભાઈ તો હોવો જ જોઈએ .જે તમારા નખરા ઉઠાવે, પપ્પા આગળથી પરવાનગી લઈ આપે ,જેના એટીએમ નો ઉપયોગ એના કરતા તમે વધુ કરતા હોય ,જે તમને લાડ લડાવે, જેની પાસે તમે જીદ કરો અને એ ભાઈ પ્રેમથી તમારી જીદ પુરી કરે. જેના પાસે તમે વિના સંકોચે મદદ માગી શકો. જેના પ્રેમમાં કોઈ શરત નથી. જે પિતા પછીનો મજબૂત ખંભો ધરાવતો ઘરનો મુખ્ય આધાર સ્તંભ હોય છે .જે ભાઈ તમારી પાસે મનપસંદ વાનગીઓ કરાવે, જે તમને ટીવી નું રીમોટ ન આપે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે એ તમને બધું આપવા તૈયાર થઈ જાય એવો એક ભાઈ તો હોવો જ જોઈએ .જે રક્ષાબંધન માં કઈ જ ગિફ્ટ નહીં આપુ એમ કહી બહેનની બધી મનપસંદ વસ્તુ લઈ આવે .બહેનને બધી પરિસ્થિતિમાં સપોર્ટ કરતો એક ભાઈ તો હોવો જ જોઈએ .જે હંમેશા ચીડવતો હોય કે સાસરે જાય તો સારું એ જ ભાઈ વિદાય સમયે સૌથી વધુ રડે. રજાઓમાં જલ્દી આવ એવી રાહ જોતો એક ભાઈ તો હોવો જ જોઈએ. “જે બહારથી ખૂબ જ કઠોળ અને દિલથી એટલો જ પ્રેમાળ” એક દીકરીને સૌથી વધુ પ્રેમ કરનાર એના પિતા પછી કોઈ હોય તો એનો ભાઈ છે .સાસરે રહેલી બહેન આરામથી ત્યાં રહી શકતી હોય તો માત્ર એના ભાઈના લીધે જ જેને ભરોસો હોય છે કે મારો ભાઈ છે ને તે બધું સંભાળીને ચાલશે .ભાઈ- બહેન નો પ્રેમ એક સુતરના તાંતણે જ નહીં પરંતુ ,દિલના તાંતણેથી જોડાયેલા હોય છે.
ભાઈ- બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધનની દરેક ભાઈ -બહેનને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
*લેખિકા* – *મિતલ* *બગથરીયા*