મોરબી બી ડિવિજન પોલીસ ને ખાનગી હકીકત મળેલ કે મુનેશભાઇ નારણભાઇ મહાલીયા રહે- ભડીયાદ કાંટે જી.જે.૩૬ પાનની સામે મોરબી-૨ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત અન્વયે સર્વેલંસ સ્ટાફે રેડ કરતા મુનેશભાઇ નારણભાઇ મહાલીયા નાઓના રહેણાક મકાન માથી ચાર ઇસમોને ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૪૬,૩૦૦/- સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઓના નામ
1. મુનેશભાઇ ઉર્ફે ટીકુ નારણભાઇ મહાલીયા ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે- ભડીયાદ કાંટે જી.જે.૩૬ પાનની સામે મોરબી-૨
2. પ્રવીણભાઇ જેઠાભાઇ જાદવ ઉ.વ.૪૪ રહે- જવાહર સોસા. ભડિયાદ રોડ મોરબી-૨
૩. પ્રવીણભાઇ મનજીભાઇ ચાવડા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે- ભડીયાદ કાંટા પાસે મોરબી-૨
4. સીરાઝભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે- સો-ઓરડી શેરી નં.૦૬ મોરબી-૨