મોરબી નજીક ઉમા હોટલમાં જુગાર રમતા ૧૫ ઈસમોને રોકડ રકમ રૂ.૪,૦૮,૦૦૦ લાખ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સાતમ આઠમ નજીક આવી રહી છે ત્યારે જુગારીઓ મન મૂકીને રમી રહ્ય છે તો બીજી તરફ જુગાર રમતા અટકાવવા પોલીસ દ્વારા રેઇડ કરી પત્તાપ્રેમીઓને ઝડપી રહી છે. ત્યારે મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી નજીક ઉમા હોટેલમાં રેઇડ કરતા ઉમા હોટલના રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૫ પત્તાપ્રેમીઓ ઝડપાયા હતા.
જુગાર રમતા પકડાયેલા ખેલીઓ કિશન જયંતી સેરસિયા (ઉ.વ.૨૪) રહે.હનુમંત એપાર્ટમેન્ટ ધાયડી વિસ્તાર મહેન્દ્રનગર, સવજી મોહન સરડવા (ઉ.વ.૫૦) રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર, અક્ષય રણછોડ અઘારા (ઉ.વ.૩૦) રહે.લક્ષ્મી ટાવર રોયલ પાર્ક, અમૃતલાલ ભગવાનજી વિરમગામા (ઉ.વ.૫૭) રહે.હરિકુંજ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ચંદ્રેશ ભગવાનજી લોરીયા (ઉ.વ.૩૪) રહે.હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ભાવેશ ગોવિંદ પાંચોટિયા (ઉ.વ.૩૫) રહે.પાવન પાર્ક શેરી નંબર-૧, જીતેન્દ્ર કાનજી થોરીયા (ઉ.વ.૩૨) રહે.મહેન્દ્રનગર, ભરત વિઠ્ઠલ સંઘાણી (ઉ.વ.૩૮) રહે.સિદ્ધિવિનાયક ટાઉનશિપ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, હસમુખ દેવજી દસાડિયા (ઉ.વ.૪૫) રહે.સિદ્ધિ વિનાયક ટાઉનશીપ રિદ્ધિ પેલેસ મહેન્દ્રનગર, શૈલેષ લાલજી ગોઠી (ઉ.વ.૩૮) રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, વિશાલ ડાયાલાલ બાપોદરીયા (ઉ.વ.૨૬) રહે.તિરૂપતિ હાઇટ સોમનાથ પાર્ક, જયેશ પસાભાઈ ભટાસણા (ઉ.વ.૩૨) રહે.સિદ્ધિ વિનાયક સોસાયટી નિધિ એપાર્ટમેન્ટ, અભય બાલાશંકર દવે (ઉ.વ.૪૮) રહે.નવી પીપળી તા.મોરબી, વિરેન્દ્ર હરજીવન વરસડા (ઉ.વ.૪૫) રહે. ક્રાંતિજ્યોત પાર્ક મહેન્દ્રનગર અને ફેનીલ કિરીટ ભુત (ઉ.વ.૨૪) રહે.બિલવા ટ્રેડ શિવ કોર્પોરેશન ઓફિસ પાસે મૂળ રહે.ગોંડલ ચોકડી કલ્પવન સોસાયટી રાજકોટ વાળાને રોકડ રકમ રૂ. ૪,૦૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.