મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે થી એક ઇસમને દેશી હાથ બનાવટી કટા (હથિયાર) તથા એક જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ ને મળેલ ખાનગી બાતમી ના આધારે મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ અપના બજાર પાસે એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ તેને પકડી પાડી મજકૂર ઇસમની અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટ નુ કટુ ( હથિયાર) તેમજ જીવતો કાર્ટીસ નંગ-૦૧ મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ એ.એસ.આઇ સબળસિંહ વાઘુભા સોલંકી ચલાવી રહેલ છે.
– આરોપી :- અરૂણકુમાર રામશંકર નીશાદ જાતે કેવટ ઉવ-૨૨ ધંધો મજુરી રહે. મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે દુકાન નંબર ૩૭ અપના બજાર જેતપર રોડ સાપર ગામ ની સીમ તા-જી મોરબી મુળગામ-બડીઆ દૌરાહટ બાંગર તા.ભોગની જી.કાનપુર (યુ.પી)
– કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટી નુ કટુ ( હથિયાર) કીરૂ ૧૦,૦૦૦/-તેમજ જીવતો કાર્ટીસ નંગ-૦૧ કીરૂ ૧૦૦/- ફૂલ ૧૦,૧૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે