Tuesday, January 7, 2025

૯૯ કિલો ૬૮૦ ગ્રામ પોશડોડ જથ્થાને ટ્રકમાં લઇ જતા બે ઇસમોને પકડી પાડતી મોરબી પોલીસ

Advertisement

પોલીસ ને બાતમી મળેલ કે, એક ટાટા ટ્રક નંબર RJ-39GA-6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જનાર છે તે ટ્રકમાં એક ડ્રાઇવર તથા એક ક્લીનર સવાર છે તે બન્નેના કબ્જા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી નિકળનાર છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ એસ.ઓ.જી.ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં રહેતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમોને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે

– પકડાયેલ આરોપીનું નામ, સરનામું :-

(૧) દેદારામ નારણારામ જાટ ઉ.વ-૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર

(૨) બાબુલાલ ગંગારામ જાટ ઉ.વ ૨૬ ધંધો કલીનર રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર (રાજસ્થાન)

– પકડવા પરના બાકી આરોપીનુ નામ, સરનામું

નવલારામ ગોદારા

> પકડાયેલ મુદ્દામાલ :-

(૧) વનસ્પતીજન્ય માદક પદર્થ પોસ ડોડાનું ચોખુ વજન ૯૯ કિલો તથા ૬૮૦ ગ્રામ કિ.રૂ.૨,૯૯,૦૪૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-

(3) ટાટા ટ્રક રજી.નં. RJ-39GA-6051 જેની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ /- મળી કુલ કિંમત રૂપીયા- ૨૩,૦૯,૦૪૦

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW