ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ.૫૬,૬૩,૧૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક થતા અન્ય મુદ્દામાલ એમ મળી કુલ કીં.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
વાંકાનેર પોલીસ ને મળેલ હકીકત આધારે પંચાસીયા ગામની સીમમાં વાંકીયા થી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક રજી.નંબર-RJ-18-GC-0894 વાળામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ.૫૬,૬૩,૧૦૦/- તથા ટ્રક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો રજી. કરી ટ્રક ચાલક આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ તથા રેકી/પાયલોટીંગ કરવામાં સાથે રહેલ નાશી જનાર આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે
પકડાયેલ આરોપીનું નામ
(૧) યાસીનભાઇ રહીમભાઇ સમા ઉવ.૩૧ રહે.રાજકોટ
નાશી જનાર/અટક કરવના બાકી આરોપીઓના નામ
(૧) ટ્રક ચાલક નામ નમુદ નથી તે
(૨) ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર
(૩) ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર – જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે.રાજકોટ
(૪) ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર – સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા રહે.કાલીકા પ્લોટ,મોરબી
(૫) રેકી/પાયલોટીંગ કરવામાં સાથે રહેલ અજાણ્યો ઇસમ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ઓલ સીઝન, ગોલ્ડન કલેક્શન,રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪,૨૬૦ કી.રૂ.૧૭,૦૪,૦૦૦/-
(૨) રોયલ ચેલેન્જ, ફાઇન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૨,૨૮૦ કી.રૂ.૧૧,૮૫,૬૦૦/-
(૩) મેકડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૨.૩૪૦ કી.રૂ.૮.૭૭,૫૦૦/-
(૪)મેકડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ ૧૮૦ એમ.એલ. બોટલો/ચપલા નંગ-૧૮,૯૬૦ કી.રૂ.૧૮,૯૬,૦00/-
(૫) અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજી.નંબર-RJ-18-GC-0894 કી.રૂ.૨૫,૦૦,૦૦૦/-
(૬) ઇ-વે બીલ, ઇનવોઇસ બીલ તથા બીલ્ટી તથા તાલપત્રી કિ.રૂ.00/00
કુલ મુદ્દામાલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/-