મોરબી જિલ્લામાં રેડ એલર્ટ અપાતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસુરીયાની અધ્યક્ષતામાં મોરબી કલેકટર કચેરી ખાતે બેઠક યોજી જાનમાલની સલામતીના મુદાઓ પર ભાર મુકાયો
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ ડેમો છલકાય જતા મચ્છુ ડેમની સ્થિતિ અને ધસમસતા પાણીથી ભારે વરસાદ વચ્ચે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ બચાવ કામગીરી વીજ પુરવઠો સહિતની નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને સલામતીના તમામ પગલાં લેવા વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી હવામાનની આગાહી અનુસાર આવતીકાલે પણ મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે ત્યારે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવા તેમણે જણાવ્યું હતું. સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરી આરોગ્ય ટીમના દેખરેખ હેઠળ રાખી સાર સંભાળ રાખવા જણાવ્યું હતું. ક્યાંય પણ રોડ તુટવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય તેવું હોય તો ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
પાણી ઉતર્યા બાદ મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવા છંટકાવ, ગટરની સાફ-સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પરફેક્ટ આયોજન કરવા પણ વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ઉપરાંત જિલ્લામાં સાફ-સફાઈના સાધનો, બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ તેની પણ મંત્રીશ્રીએ પૃચ્છા કરી હતી.