Thursday, May 29, 2025

પ્રફુલભાઈ પાનશેરિયા અને કાંતિલાલ અમૃતિયા એ અસરગ્રસ્ત વિસ્તાર માળીયા અને ફતેપરની મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

*લોકોની સમસ્યા બાબતે મંત્રીએ પૃચ્છા કરી ખેતીમાં નુકસાન તથા પશુ મૃત્યુ અંગે તાત્કાલીક સર્વે કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી*

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમણે માળીયાના ફતેપર તેમજ માળીયા ગામની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ બે દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે તેમજ જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે, ત્યારે મંત્રીએ માળીયા તાલુકામાં માળીયા અને ફતેપર ગામની મુલાકાત લઈ પુર દરમિયાન ત્યાંની સ્થિતિ અને હાલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિક લોકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી.

મંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને વીજ પુરવઠો પૂર્વવત કરવા તથા ખેતીમાં થયેલી નુકસાન તેમજ પશુમૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરી મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW