Tuesday, January 7, 2025

મોરબી PGVCL દ્વારા બંધ પડેલ ફીડરો રિપેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ

Advertisement

ગુજરાત રાજ્ય માં અવિરત પડી રહેલા ભારે ભવન સાથે વરસાદ તેમજ કુદરતી આફત ને કારણ મોરબી જિલ્લા હેઠળ ની પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળ ના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદ ને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી જયારે કેટલાક સ્થળો એ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીક થી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્થ થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. કુલ ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાં થી ૩૧૭ ફીડરો નો વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવેલ છે. જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડરો તથા ૧ ઈન્ડ ફીડર માં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે.

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો એ વીજ પ્રવાહ ખોરવાયા ને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુન પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ નિગમિત કચેરી રાજકોટ ના એમ.ડી. મેડમ દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની ૨ (બે) ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા ૩ (ત્રણ) ટીમો ની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં સદર વીજ પ્રસ્થાપન ની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી ની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટર ની કુલ ૫૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલ માં કાર્યરત છે.

આમ મોરબી જિલ્લા ની જાહેર કેકુદરતી રીતે આવી પડેલ આફત ને પહોંચી વળવા પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ પુરવઠો તેમજ વિવિધ ફરિયાદો આગામી ૪૮ કલાક માં પૂર્વરત કરવામાં આવશે.તેમ પીજીવીસીએલ દ્વારા જણાવાયું હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW